ઓગણજના ગ્રીન વુડ્સમાં 20થી વધુ બંગલોમાં ચાલતા PG મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાને આકરા સવાલો કર્યા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં કાર્યવાહી ન કરવા બદલ AMCને નોટિસ. અમદાવાદ: શહેરના ઓગણજ વિસ્તારમાં આવેલા ગ્રીન વુડ્સમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) અંગે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. PG સામે કાર્યવાહી અને સીલિંગના મુદ્દે હાઈકોર્ટે AMCને આકરા સવાલો પૂછતાં કામગીરી નહીં કરવા બદલ નોટિસ પણ પાઠવી છે.