જંગલેશ્વર ડિમોલિશન વેળાએ રૂ.૨.૫૦ની પડતર કિંમતની પાણીની બોટલ કે જે બજારમાં રૂ.પાંચમાં વેંચાય છે તે બોટલ મહાપાલિકાને રૂ.૮ના ભાવે વેચનાર ઉમિયાજી મંડપને ફરી મહાપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે જો કે આ વખતે તેણે એસ્ટીમેટ કરતા ૪૫ ટકા નીચા ભાવ ભર્યા હોય કામ મંજૂર કર્યાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ કાર્યક્રમો અને કામગીરી માટે મંડપ સર્વિસના ખર્ચનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.