Navi Mumbai International Airport: વિદેશી એરલાઇન્સે મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય શહેરોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની યોજના અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 (ટી2) પરથી આ 14 આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિદેશી એરલાઇન્સે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ને પૂછ્યું છે કે શું કેન્દ્ર સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી છે.