Israel : ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 27 ઓક્ટોબરે દેશમાં યોજાનારી ચૂંટણીના થોડા દિવસો પહેલા ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની યોજના બનાવી હતી. આ યોજનાને મોસાદના ચીફ રોમન ગોફમેનનું પણ સમર્થન હતું. જોકે અમેરિકાને આ વાતની જાણ થયા બાદ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. ઇઝરાયેલ ન્યૂઝ ચેનલ 12 ના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.