હાર્દિક પંડ્યાની વાપસીની રાહ લાંબી ખેંચાતી જઈ રહી છે. ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા હાર્દિકની ઈજાના કારણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પણ પસંદગી થઈ નથી. હાર્દિક પંડ્યા માટે વાપસીની રાહ લાંબી ચાલી શકે છે. ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા આ સ્ટાર ઓલરાઉન્ડરને બરોડાની ટીમમાં પણ ચાન્સ મળ્યો નથી. 14 નવેમ્બરથી ભારતીય ઘરેલુ T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શરૂ થઈ રહી છે.