Surat Female Doctor Suicide: મૃતક મહિલા તબીબે અગાઉ ભાવનગરના એક તબીબ સાથે પ્રેમ વિવાહ કે લગ્ન કર્યા હતા. Surat Female Doctor Suicide: સુરતના કતારગામ વિસ્તારમાં લગ્નજીવનના પારિવારિક વિવાદથી કંટાળીને 25 વર્ષીય મહિલા તબીબે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિનસ હોસ્પિટલમાં ચાર કલાકની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પોલીસે સુસાઈડ નોટ અને પરિવારજનોના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે.