ચૂંટણી પંચે એવા વ્યક્તિઓને ફરી એક તક આપી છે જેમનાં નામ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને એવા લોકો કે જેમને અગાઉ ગેરહાજર, મૃત અથવા બેવડી નોંધણી ધરાવતા હોવાનું દર્શાવીને યાદીમાંથી દૂર કરાયા હતા. આ નિર્દેશ 7 રાજ્યો માટે લાગુ પાડવામાં આવ્યો છે. આ રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.