ભાઈબીજના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSએ મહિલાઓને ખાસ ભેટ આપી છે. દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદ અને મહેસાણાના નાગરિકો માટે ખુશખબર સામે આવી છે. ભાઈબીજના દિવસે મહિલાઓ AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. મહિલાઓ પોતાના ભાઈ સાથે ભાઈબીજનો તહેવાર સારી રીતે ઉજવી શકે અને સરળતાથી અવરજવર કરી શકે તે હેતુથી AMTSએ આ નિર્ણય લીધો છે. અગાઉ રક્ષાબંધનના દિવસે પણ AMTS તરફથી મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી કરવાનો નિર્ણય કરાયો હતો.