દેવી લક્ષ્મીને રીઝવવા માટે ધનતેરસથી શ્રેષ્ઠ મુહૂર્ત હોતું નથી. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરી કોઈ પણ એક પ્રયોગનો સંકલ્પ કરી તે મંત્ર પ્રયોગ કરવો. મહાલક્ષ્મી મંત્ર પ્રયોગ મંત્ર: ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મહાલક્ષ્મીની કૃપા માટે આ સરળ મંત્રનો જાપ કરી શકાય છે.