વડોદરાના નવાયાર્ડમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગ્યા બાદ ભયાનક CNG બ્લાસ્ટ થયો હતો, જેમાં 3-4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને આસપાસ પણ આગ ફેલાઈ. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગ્યા બાદ ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગતાં જ તેમાં રહેલી CNG ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.