પાટણના રાધનપુર-વારાહી હાઈવે પર પાર્ક ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં 3 લોકોના કરુણ મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. Patan News: પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના પ્રખ્યાત યાત્રાધામ ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા 3 મિત્રોની કાર હાઈવે પર પાર્ક ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.