Amul Price Hike : દિવાળી પર અમૂલે મોટો ફટકો આપ્યો છે. હકીકતમાં તહેવાર ટાણે જ અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ ઘી અને બટરની કિંમતમાં ₹ 3 થી લઇ 50 સુધીનો વધારો કર્યો છે. એક બાજુ ખાણીપીણીની ચીજો મોંઘી થઇ ગઇ છે, ત્યારે અમૂલે ઘી અને બટરના ભાવ વધારતા ગૃહિણોના રસોડાનું બજેટ વધી જશે. અમૂલે 4 નવેમ્બર 2026ના રોજ ઘી અને બટરના ભાવ વધાર્યા છે.