અમરેલીના ટાપુ પર વસતા માછીમારોની લાંબા સમયની માંગ સંતોષાઈ; રોજગારી અને આવકમાં થશે મોટો વધારો. Shiyalbet fish landing center: ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) બેઠકમાં માછીમારોના હિતને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આવેલા શિયાળબેટ ટાપુ પર એક નવું અને આધુનિક મત્સ્ય ઉતરાણ કેન્દ્ર એટલે કે ‘ફિશ લેન્ડિંગ સેન્ટર’ બનાવવાની સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણી રાજ્ય સરકારે પૂરી કરી છે.