મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સીઓને વધુ એક મોટી સફળતા મળી છે. તેમણે કંપનીના સહ-સ્થાપક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરી છે. સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો મહાદેવ એપ દ્વારા ચાલતા ગેરકાયદે સટ્ટાબાજીના કૌભાંડમાં ભારતીય તપાસ એજન્સીઓને એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક સફળતા હાથ લાગી છે. દેશભરમાં સટ્ટાબાજીની જાળ બિછાવનાર મહાદેવ ઓનલાઈન બુકનો મુખ્ય પ્રમોટર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે.