Gandhinagar New Mayor : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત કરી છે. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે ગાંધીનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌથી યુવા મેયર બન્યા છે. રૂપસિંહે વોર્ડ નંબર 4 માંથી 7 હજારથી વધુ મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો.