ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. કોર્ટ, સ્કૂલ અને એરપોર્ટ બાદ હવે રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા શખ્સે ઈ-મેઈલ મારફતે અમદાવાદ સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ સ્થાનિક પોલીસની ટીમો તપાસ માટે જેલ પરિસરમાં પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.