ગુજરાતની થરા અને દ્વારકાની ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. થરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. જ્યારે ઓખા નગરપાલિકામાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ પર નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. થરા નગરપાલિકામાં મહિલાઓને નેતૃત્વની જવાબદારી થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનીબેન ઠક્કરની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જશીબેન પટેલની પસંદગી કરવામાં આવી છે.