Diwali Snacks Recipes : દિવાળી પર મેંદાના બદલે ચણાના લોટ માંથી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે. અહીં જાણો ચણાના લોટ માંથી બનતી સેવ, મોહનથાળ, પાપડી, મગસ લાડુ અને મસાલા પુરી બનાવવાની સરળ રેસીપી. દિવાળીનો તહેવાર એટલે આનંદ, ઉત્સાહ અને અવનવી વાનગીઓની મજા. ભારતીય રસોડામાં ચણાનો લોટ (બેસન) એ દરેક ઘરમાં વપરાતો મુખ્ય ઘટક છે, જેમાંથી બનતી વાનગીઓ દિવાળીના નાસ્તાની શાન વધારે છે. આ વખતે મેંદાના લોટના બદલે ચણાના લોટમાંથી અવનવી વાનગીઓ બનાવો.