અમરોલીના કોસાડ આવાસમાં ઘરકામ કરવાની ના પાડતા થયેલા સામાન્ય ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ, હત્યારી પુત્રીની ધરપકડ. Surat crime news: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષની યુવતીએ પોતાના જ સગા પિતાને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધા છે. આ કરુણ ઘટના સાંભળીને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.