દિલ્હીના રામલીલા મેદાનમાં 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન દ્વારા આયોજિત 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીમાં 20થી વધુ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જ્ઞાનેશ કુમારને આખરે તેમના પદ પરથી હટાવવામાં આવશે અને દેશદ્રોહના આરોપમાં જેલમાં મોકલવામાં આવશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.