તાલાલા પંથક અને જામકંડોરણાના ગામડાઓમાં ધોધમાર વરસાદ; મગફળી, કપાસ અને 3000 વીઘામાં વાવેલા મરચીના પાકનો સોથ વળતાં ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વેની માંગ. unseasonal rain gujarat: દિવાળીના પવિત્ર તહેવારોની રોનક વચ્ચે ગુજરાતના જગતના તાત માટે એક અત્યંત માઠા અને નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની પરસેવાની કમાણી પર પાણી ફેરવી દીધું છે.