Diwali Decor Ideas : દિવાળી પર ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. આ માટે ઘરની સફાઇ અને કલર પેઇન્ટ કર્યા બાદ ફુલ, લાઇટથી ડેકોરેશન કરવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગના લોકો ફેસ્ટિવલ શોપિંગ માટે બજારો તરફ વળી રહ્યા છે. ડેકોરેટિવ લાઇટથી લઈને હેગિંગ ડેકોરેશન સુધી, તેઓ વિવિધ વસ્તુઓ ખરીદી રહ્યા છે. જો કે, આ સમય દરમિયાન, ઘણી વખત આપણે વિચાર્યા વિના એવી વસ્તુઓ લાવીએ છીએ, જે ઘરમાં બહુ ખાસ લાગતી નથી.