india alliance public impeachment event : કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં જન મહાભિયોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વિપક્ષી નેતાઓ અને આરટીઆઈ કાર્યકરો સહિત અનેક સામાજિક સંગઠનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર ચૂંટણી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ પ્રહાર કર્યો હતો.