આરબીઆઈ (RBI) ની માર્ગદર્શિકા મુજબ નવેમ્બર મહિનામાં તહેવારો અને સાપ્તાહિક રજાઓ મળીને કુલ 16 દિવસ બેંકોમાં રજા રહેશે, જોકે ઓનલાઈન કામગીરી ચાલુ રહેશે. Bank holidays November 2026: નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો બની રહેવાનો છે. દિવાળી, ભાઈબીજ, ગોવર્ધન પૂજા, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા અનેક મોટા તહેવારો આ જ મહિનામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન લોકોની બેંકિંગ જરૂરિયાતો પણ ખૂબ વધી જતી હોય છે.