જુનાગઢ જિલ્લાના ખેડૂતો પર કુદરતનો વધુ એક માર પડ્યો છે અને ધરતીપુત્રો કુદરતી થપાટો સામે લાચાર બન્યા છે. ભેંસાણ અને વિસાવદરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોા ખેતરોમાં મગફળીના પાથરા પલળી ગયા છે, જ્યારે સોયાબિનના પાકને પણ મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જુનાગઢ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી છે. પહેલા અપૂરતા વરસાદે ખેડૂતોને રડાવ્યા અને હવે માવઠાનો માર ખેડૂતોની કમર તોડી રહ્યો છે.