અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથમાં ખાબકી શકે છે. તો નવસારી, દમણ, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા. સૌરાષ્ટ્રના ખેડૂતો પર માવઠાનો મારઅમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.