વડોદરા: 32 વર્ષીય પરિણીતાએ ઑસ્ટ્રેલિયા રહેતા તેના પતિ અને સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસ, નગ્ન ફોટા વાયરલ કરવા તેમજ છેડતીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ... ફરિયાદ મુજબ, વર્ષ 2017માં પરિણીતાના લગ્ન નિગમ જીતેન્દ્રકુમાર પટેલ સાથે થયા હતા. શરૂઆતમાં સુરતના કામરેજ ખાતે રહ્યા બાદ દંપતી ઑસ્ટ્રેલિયા સ્થાયી થયું હતું. પરિણીતાનો આક્ષેપ છે કે ઑસ્ટ્રેલિયામાં પતિ તેને જબરદસ્તી દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધતો હતો અને તેના નગ્ન ફોટા-વીડિયો ઉતારી લીધા હતા.