PM Narendra Modi Gujarat Visit : પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પછી એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે નામ લીધા વગર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બનાસકાંઠાના બટાટા આજે વિશ્વ વિખ્યાત છે અને કોઈ આવીને બનાસકાંઠાના લોકોને નહીં કહે કે હું બટાકાનું સોનું બનાવીશ.