UP MLC Election Results 2026 : ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટી (SP)એ પાંચ બેઠકો જીતી છે. આ સાથે વિધાન પરિષદમાં સપાની કુલ બેઠકોની સંખ્યા વધીને 12 થઈ જશે. વિપક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે જરૂરી 10 બેઠકો કરતાં આ બે વધુ છે. લગભગ 55 કલાક સુધી મતગણતરી બાદ ગુરુવારે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.