Share Market News Today Live Update In Gujarati : ક્રૂડ ઓઇલમાં ઉછાળાના પગલે એશિયન શેરબજારોમાં શુક્રવારે મંદીનો માહોલ હતો. તમામ એશિયન બજારો તૂટ્યા હતા. જાપાનનો Nikkei અને તાઇવાન બજારમાં 1500 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. કોરિયા Kospi 275 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 110 પોઇન્ટ, સિંગાપુર, થાઇલેન્ડ અને શાંઘાઇ માર્કેટ સાધારણ નરમ છે. એક માત્ર હોંગકોંગ માર્કેટ 390 પોઇન્ટ મજબૂત છે. ભારતનો Gift Nifty ઇન્ડેક્સ પણ 40 પોઇન્ટથી વધારે ઘટ્યો છે.