Bhutan glacial lake outburst : નેપાળ પછી ભારતના બીજા પાડોશી દેશ ભૂટાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યા બાદ પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અહેવાલો અનુસાર, ગુરુવારે મોડી રાત્રે ગાસા જિલ્લામાં શિંતાફુ તળાવમાં ગ્લેશિયર ફાટ્યો, જેના કારણે કેટલાક ભારતીય રાજ્યોમાં ચિંતા વધી ગઈ છે. આ ઘટના બાદ આસામ અને પશ્ચિમ બંગાળમાં ચેતવણી જારી કરવામાં આવી છે. બંગાળમાં 10,000 થી વધુ લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.