જીવનશૈલી | ભારતીય ઘરોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી શાકભાજી વાનગીઓમાં આલુ ગોબી મસાલાનું સ્થાન અગ્રણી છે. સરસવના તેલમાં શેકેલા ફ્લાવર અને બટેટા, પંચ પોરણ તડકાની ખાસ સુગંધ તથા આદુ-લસણ-ટામેટાંની મસાલેદાર ગ્રેવીનો સંગમ આ વાનગીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઢાબા સ્ટાઈલ કે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપતું આ શાક રોટલી, પૂરી, પરાઠા કે જીરા રાઇસ સાથે ખૂબ જ મજેદાર લાગે છે.