ગાધી પરિવાર વિશે એક મહત્વના સમાચાર આવ્યા છે. અમેરિકન અદાલતે મહાત્મા ગાંધીના પૌત્ર સ્વર્ગસ્થ કનુ રામદાસ ગાંધી અને તેમની પત્ની શિવા ગાંધીની જમીન પરથી ગેરકાયદેસર કબજો હટાવવાનો આદેશ આપ્યો છે. સુરત સ્થિત પરિમલ દેસાઈની આગેવાનીમાં લગભગ 20 મહિનાની કાનૂની લડાઈ બાદ આ આદેશ પસાર કરવામાં આવ્યો છે. આ વિવાદમાં વર્જિનિયાના વોરેન કાઉન્ટીમાં શેનાન્ડોહ નેશનલ પાર્કને અડીને આવેલી 30 એકર જમીનનો સમાવેશ થાય છે.