જીવનશૈલી | શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચ્યવનપ્રાશ બેસ્ટ આયુર્વેદિક ઔષધ ગણાય છે. વિટામિન C થી ભરપૂર આમળા, આયર્નથી ભરપૂર ગોળ-ખજૂર, તુલસી અને ઉષ્ણ મસાલાઓથી બનેલું આ હોમમેઇડ ચ્યવનપ્રાશ શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે. બજારના ભેળસેળયુક્ત ચ્યવનપ્રાશ કરતાં ઘરે બનાવેલું આ કેમિકલ-ફ્રી અને પ્રિઝર્વેટિવ-ફ્રી ચ્યવનપ્રાશ બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે અત્યંત ગુણકારી છે.