Train Cancelled:ઓડિશામાં અર્નબ ચક્રવાત અને ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વંદે ભારત સહિત 9 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 14 ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. અસરગ્રસ્ત મુસાફરો માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઓડિશામાં ખરાબ હવામાનના કારણે રેલવે મુસાફરોની મુશ્કેલી વધી છે. અર્નબ ચક્રવાતના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તેની અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે.