ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના જાપાન, બેંગકોક અને બેંગલુરુ સહિતના પ્રવાસ ખર્ચ મુદ્દે ગંભીર આક્ષેપો થયા છે. સરકારી મંજૂરીની શરતોની અવગણના કરીને યુનિવર્સિટીના ભંડોળમાંથી રૂ. 14 લાખ સહિતનો ખર્ચ ચૂકવાયાનો દાવો છે. ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા અને તેમના મળતીયાઓના પ્રવાસ ખર્ચને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.