ગાંધીનગર: હાલમાં પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપશે. 31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે IRCTCની નવી હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 127 રૂમની આ આધુનિક હોટેલ પ્રવાસીઓને રોકાણ માટે ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.