Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં બે સગીરાઓના કથિત ધર્મપરિવર્તનને લઈને સનસનાટી મચી ગઈ છે. આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૌલવી સહિત ચાર વ્યક્તિઓ સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.