Surat: સુરત પાલિકામાં પ્રજાના પૈસાનો ખર્ચ કરતી વખતે કરકસરના નિયમો જાણે ભૂલાઈ જતા હોય તેમ દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, પરંતુ પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો અને અન્ય લોકો માટે 800 રૂપિયા કિલોના ભજીયા મંગાવવામાં આવ્યા હતા.