Keshod Bhat Simroli road demolition controversy, latest updates. Follow Divya Bhaskar. કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામે આવેલા રામવાળી ખેતી વિસ્તારમાં રસ્તાના ડિમોલેશનની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ખેતી વિસ્તારમાં આવેલા રસ્તા પરથી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી સામે ખેડૂતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.