Brij Bhushan Sharan Singh News : ભાજપના પૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)ના પૂર્વ અધ્યક્ષ બ્રૃજભૂષણ શરણ સિંહને ભાજપની ઉત્તર પ્રદેશ રાજ્ય કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા છે. લગભગ ત્રણ મહિના પહેલા બ્રૃજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલીવાર છે જ્યારે બ્રૃજભૂષણ શરણ સિંહને રાજ્યની કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે.