OnePlus Ace 7 સિરીઝ ચીનમાં લોન્ચ થઈ ગઈ છે. OnePlusના આ બંને ગેમિંગ સ્માર્ટફોન 9000mAhની દમદાર બેટરી અને ટ્રિપલ ચિપ સાથે આવે છે. OnePlus Ace 7 સિરીઝમાં કંપનીએ બે સ્માર્ટફોન રજૂ કર્યા છે, જે 16GB RAMને સપોર્ટ કરે છે. OnePlus Ace 7 Proમાં કંપનીએ 200MPનો કેમેરા પણ આપ્યો છે. OnePlusની આ સિરીઝના સ્માર્ટફોન ભારતમાં OnePlus 16Rના નામે રજૂ કરવામાં આવી શકે છે.