Israel Election Result: ઇઝરાયલ ચૂંટણી હાલમાં ચર્ચામાં છે. નેતન્યાહૂ અને આઈઝેનકોટ સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા છે. ત્રિશંકુ જેવી સ્થિતિ સર્જાઇ રહી છે તો આ પરિસ્થિતિમાં રાજકીય સમીકરણો કેવા હશે એને લઇને વિશ્વની નજર મંડાઇ છે. 120 સભ્યોના નેસેટમાં નેતન્યાહૂ સમર્થનવાળા શાસક ગઠબંધન પાસે 53 બેઠકો છે, અને વિપક્ષ આઈઝેનકોટના જોડાણ પાસે 48 બેઠકો છે. જે સરકાર બનાવવા માટે પુરતો આંકડો નથી.