El Nino Impact: સુપર અલ નીનોના કારણે વર્ષ 2026 માં વિશ્વભરમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને તાપમાન વધી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' દ્વારા એક નવું ટૂલ 'અલ નીનો હીટ મોર્ટાલિટી ટ્રેકર' તૈયાર કરવામાં આવ્યું છે. આ ટૂલ દર્શાવે છે કે અલ નીનોની ગરમીથી મનુષ્યોને કેટલું જોખમ છે. આ ટ્રેકર દર મહિનાનો ડેટા પૂરો પાડે છે, જેમાં આગામી 6 મહિના સુધી થનારા સંભવિત મોતનો અંદાજ સામેલ છે.