અમદાવાદમાં પનીર અને સોસ બાદ હવે દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈના નામે ઝેર પધરાવવાના ખેલનો ફૂડ વિભાગે પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગોમતીપુરમાં આવેલા રાધિકા ફૂડ પ્રોડક્ટસના એકમમાંથી એક્સપાયરી ડેટના ઉલ્લેખ વગરનો 41 હજાર 400 કિલો એટલે કે 41.4 ટન શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ કર્યો હતો. બેચ નંબર અને એક્સપાયરી તારીખ વગરના શંકાસ્પદ માવાના સેમ્પલ લઈને કોર્પોરેશનની પબ્લિક લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.