ભારતીય રસોઈમાં રીંગણનું એક વિશેષ સ્થાન છે તે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓનો મુખ્ય આધાર છે. આપણે અવારનવાર 'રીંગણનું ભરથું', 'ભરેલાં રીંગણ' અને 'તળેલાં રીંગણ' જેવી વાનગીઓનો આનંદ માણતા હોઈએ છીએ. આવી જ એક અન્ય વાનગી છે હૈદરાબાદી 'વઘારેલા રીંગણ' છે, જે તેના અનોખા સ્વાદ અને ટેક્સચર માટે જાણીતી છે. હૈદરાબાદની આ પરંપરાગત અને પ્રખ્યાત વાનગી નાના રીંગણ, મગફળી, તલ, કોપરું અને વિવિધ મસાલાઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે.