શિયાળામાં ગરમ પાણી માટે બજારમાંથી ઇલેક્ટ્રિક ઇમર્સન વોટર હીટર રોડ ખરીદતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સરકારી એજન્સી કન્ઝ્યુમર અફેર્સે (Consumer Affairs) સોશિયલ મીડિયા પર એડવાઈઝરી જારી કરીને લોકોને ISI માર્ક ધરાવતા પ્રમાણિત ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ જ ખરીદવાની સલાહ આપી છે. કન્ઝ્યુમર અફેર્સે માહિતી આપી કન્ઝ્યુમર અફેર્સે એક્સ (પહેલા ટ્વિટર) પર પોસ્ટ કર્યું છે કે ઇલેક્ટ્રિક ઇમર્સન વોટર હીટર રોડ ખરીદતા પહેલા ISI માર્ક તપાસવો જરૂરી છે.