Surat: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો જ અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ કોર્પોરેટર મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ, હેતલ પટેલે વરાછા વિસ્તારમાં રોડ રસ્તા પર દબાણો મુદ્દે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. વરાછા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાનો અને રસ્તાઓ પર બેફામ થતા દબાણને તાત્કાલિક દૂર કરવાની ભાજપ કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી.