રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં ફેરફાર થશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લા અને સંઘ પ્રદેશમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. Rain Forecast: રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં ફેરફાર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ 29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.