જ્યારે તમે શાકભાજી ખરીદવા બજારમાં જાવ છો ત્યારે માત્ર તેના ચમકદાર દેખાવને જોઈને જ તેને પસંદ ન કરો. ઘણીવાર બહારથી ચમકદાર દેખાતી શાકભાજી અંદરથી બગડેલી હોઈ શકે છે. વળી કેટલીક શાકભાજીમાં નબળી ગુણવત્તાના એવા સૂક્ષ્મ સંકેતો હોય છે જેને આપણે ઘણીવાર અવગણી દઈએ છીએ. પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટ (પોષણ નિષ્ણાત) અને વજન ઘટાડવાના નિષ્ણાત લીમા મહાજન જણાવે છે કે, તાજી શાકભાજી ખરીદવા માટે તમારે કઈ-કઈ બાબતો તપાસવી જોઈએ.